તહવ્વુર રાણાના ભારતમાં પ્રત્યાર્પણ માટે અમેરિકન સુપ્રીમ કોર્ટની મંજૂરી

તહવ્વુર રાણાના ભારતમાં પ્રત્યાર્પણ માટે અમેરિકન સુપ્રીમ કોર્ટની મંજૂરી

તહવ્વુર રાણાના ભારતમાં પ્રત્યાર્પણ માટે અમેરિકન સુપ્રીમ કોર્ટની મંજૂરી

Blog Article

2008ના મુંબઈના ચકચારી ત્રાસવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાના ભારતમાં પ્રત્યાર્પણને અમેરિકન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. કોર્ટે રાણાની સમીક્ષા અરજી ફગાવી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાના પ્રત્યાર્પણની માગ ભારત લાંબા સમયથી કરી રહ્યું હતું. તે મુંબઈ ત્રાસવાદી હુમલાના કેસમાં વોન્ટેડ છે.

ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે રાણાની આ છેલ્લી કાયદાકી તક હતી. અગાઉ તે યુએસ કોર્ટ ઓફ અપીલ સહિત અનેક ફેડરલ કોર્ટમાં કાનૂની લડાઈ હારી ચૂક્યો હતો. ગત 13 નવેમ્બરે રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટ સમક્ષ “પ્રમાણપત્ર માટે અરજી” દાખલ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધાના એક દિવસ બાદ 21 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી હતી. રાણા અત્યારે લોસ એન્જેલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં છે.

રાણાએ અરજીમાં દલીલ કરી હતી કે આ હુમલા સંબંધિત આરોપોમાં ઈલિનોઈ (શિકાગો)ની ફેડરલ કોર્ટમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે એ જ આરોપો પર પ્રત્યાર્પણની પણ માગ કરી હતી. જેના આધારે શિકાગો કોર્ટે રાણાને નિર્દોષ છોડી મૂક્યો હતો. જોકે, યુએસ સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે, સરકાર માનતી નથી કે ભારત જે કૃત્ય માટે પ્રત્યાર્પણ માંગે છે તે આ કેસમાં આવરી લેવામાં આવ્યું છે. તહવ્વુર રાણા નીચલી અદાલતો અને યુએસ કોર્ટ ઓફ અપીલ સહિત અનેક ફેડરલ કોર્ટમાં કાનૂની લડાઈ હારી ચૂક્યા છે. હવે તેણે કદાચ નવી અરજી કરીને તેના પ્રત્યાર્પણને રોકવાનો છેલ્લો પ્રયાસ કર્યો હતો.

રાણાના પ્રત્યાર્પણ માટે યુએસ સરકાર પણ તૈયાર છે અને 16 ડિસેમ્બરે જ યુએસ સોલિસિટર જનરલ એલિઝાબેથ બી. પ્રીલોગરે સુપ્રીમ કોર્ટમાં રાણાની અરજી ફગાવવાની અપીલ કરી હતી. રાણાના વકીલે યુએસ સરકારની ભલામણને પડકારી હતી અને સુપ્રીમ કોર્ટને તેમની રિટ સ્વીકારવા વિનંતી કરી હતી. રાણા પાકિસ્તાની-અમેરિકન ત્રાસવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે જોડાયેલો હતો, જે 26/11ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. મુંબઈના આતંકી હુમલામાં છ અમેરિકનો સહિત કુલ 166 લોકોના મોત થયા હતા. આ હુમલામાં 10 પાકિસ્તાની ત્રાવાદીઓએ 60 કલાકથી વધુ સમય સુધી મુંબઈના મહત્વના સ્થળો પર હુમલો કરીને લોકોની હત્યા કરી હતી.

Report this page